વર્ષ 2025 - 2026 માટેની એડમિશન પ્રક્રિયા ચાલુ છે.
21મી સદીના આ કોમ્પિટિશનના સમયમાં વિદ્યાર્થીઓને તેમની બૌદ્ધિક, સર્જનાત્મક અને શારીરિક ક્ષમતા શોધવા માટે સશક્ત કરવા તેમજ એક ઉત્તમ અને સફળ વ્યક્તિત્વનું સર્જન કરી એક શ્રેષ્ઠ સમાજ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરવું.
મોડેલ સ્કૂલ માધાપરની સ્થાપના વર્ષ 2014 માં થઈ અને ત્યારથી અમારી શાળા અનેક વિદ્યાર્થીઓના જીવન બદલી રહી છે.
અમારી શાળામાં અત્યારે હાલ ધોરણ 9, 10, 11 - 12 આર્ટસ અને ધોરણ 11 - 12 સાયન્સ તથા વોકેશનલ શિક્ષણ ચાલી રહ્યું છે.
ધોરણ 12 સાયન્સ પછી લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે GUJCET, NEET અને JEE ની તૈયારી પણ બોર્ડની પરીક્ષાની સાથે સાથે જ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ આવી પરીક્ષાઓમાં સફળતા મેળવી શકે.
અમારી શાળાની જ પસંદગી શા માટે?
એચિવમેન્ટ્સ
ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જગાણી માનસી વિસાભાઈ ને ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં ગુજરાત બોર્ડમાં ટોપ 1% વિદ્યાર્થીઓમાં સમાવેશ થતાં GSHSEB દ્વારા INSPIRE ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો જે અંતર્ગત તેણી આવતા 5 વર્ષોમાં કુલ 4,00,000 ( ચાર લાખ ) ની શિષ્યવૃત્તિ મેળવશે.
જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા ચાલતા શકુરા સાયન્સ એક્સ્ચેંજ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી 6 વિદ્યાર્થીઓની જાપાનની 7 દિવસીય શૈક્ષણિક મુલાકાત માટે પસંદગી કરવામાં આવી હતી જેમાં અમારી મોડેલ સ્કૂલ માધાપર, કચ્છ - ભુજ ની ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચારણ કોમલ અરવિંદભાઈની પસંદગી થઈ હતી.
પ્રવૃત્તિઓ
તારીખ 13 જાન્યુઆરી 2024 ના રોજ મોડેલ સ્કૂલ માધાપર ખાતે ખેલ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવમાં 17 કરતાં પણ વધારે રમતો રમાડવામાં આવી હતી અને 100 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લઈ આ ઉત્સવને આનંદપૂર્વક માણ્યો.
મોડેલ સ્કૂલ માધાપર,
વિરાંગના સ્મારકની સામે ,
સ્વામીનારાયણ છતેડીની બાજુમાં,
જુનાવાસ, માધાપર,
પિન કોડ - ૩૭૦૦૨૦
તા - ભુજ , જિલ્લો - કચ્છ
મોબાઈલ નંબર - ૯૪૨૮૭૦૦૮૬૬