તારીખ 13 જાન્યુઆરી 2024 ના રોજ મોડેલ સ્કૂલ માધાપર ખાતે ખેલ મહોત્સવ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેલ મહોત્સવમાં 17 કરતાં પણ વધારે રમતો રમાડવામાં આવી હતી અને 100 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લઈ આ ઉત્સવને આનંદપૂર્વક માણ્યો.
29 સપ્ટેમ્બર 2023 ના રોજ વિષ્ણુ ધર્મ સ્કૂલ, ભુજ ખાતે વિજ્ઞાનમેળો યોજાયેલ જે અંતર્ગત મોડેલ સ્કૂલ માધાપરમાંથી ચારણ કોમલબેન તથા જાડેજા ડોલીબા દ્વારા વિભાગ - 5 કોમ્પ્યુટેશનલ થિંકિંગમાં ભાગ લેવામાં આવ્યો જેમાં "મોડેલ હેલ્થ ટ્રેકર" નામની કૃતિ રજૂ કરવામાં આવી, જેમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ દ્વારા એક વેબ પેજ બનાવવામાં આવ્યું હતું જેનો ઉપયોગ કરીને દરેક વ્યક્તિ પોતે પોતાનું સ્વાસ્થ્ય ઘરે બેઠા જ તપાસી શકે છે. જેના માટે ભૌતિકવિજ્ઞાન વિષયના શિક્ષક શ્રી મૌલિકભાઈ પટેલ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.