જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડીપાર્ટમેન્ટ દ્વારા ચાલતા શકુરા સાયન્સ એક્સ્ચેંજ પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર ગુજરાત માંથી 6 વિદ્યાર્થીઓની જાપાનની 7 દિવસીય શૈક્ષણિક મુલાકાત માટે પસંદગી કરવામાં આવી હતી જેમાં અમારી મોડેલ સ્કૂલ માધાપર, કચ્છ - ભુજ ની ધોરણ 11 સાયન્સ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ચારણ કોમલ અરવિંદભાઈ ની પસંદગી થઈ હતી.
ધોરણ 12 સાયન્સ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જગાણી માનસી વિસાભાઈ ને ધોરણ 12 સાયન્સ ની બોર્ડ ની પરીક્ષામાં ગુજરાત બોર્ડ માં ટોપ 1% વિદ્યાર્થીઓ માં સમાવેશ થતાં GSHSEB દ્વારા INSPIRE ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો જે અંતર્ગત તેણી આવતા 5 વર્ષોમાં કુલ 4,00,000 ( ચાર લાખ ) ની શિષ્યવૃત્તિ મેળવશે.